Friday, 7 May 2010

આનંદ ની વાત !!

કેટલાંય સમય થી હું વિચારતો હતો કે લોકો ગુજરાતી માં બ્લોગ કેવી રીતે લખે છે....શું તેમની પાસે કોઈ સોફ્ટવરે હશે? મને પણ ગુજરાતી માં બ્લોગ લખવો હતો પરંતુ કોઈ ઉપાય મળતો ન હતો...
મને સૌથી વધારે આનંદ થતો હતો જયારે હું મારા ખાસ મિત્ર અનિસ નો બ્લોગ વાંચતો હતો....હંમેશા થતું કે હું પણ ક્યારેક ગુજરાતી માં બ્લોગ લખીસ...અને હા આજે એ દિવસ આવી ગયો છે કે હું પણ ગુજરાતી માં બ્લોગ લખું છું. આ શકય બન્યું તો માત્ર મારા એજ મિત્ર અનિસ ને લીધે જ...એને જ મને આ ઉપાય બતાવ્યો. કેટલું સરળ છે હવે ગુજરાતી માં બ્લોગ લખવાનું....
અનિસ તારો ખુબ ખુબ આભાર...

મારા જેવો કોઈ જેને કદાચ ઉપયોગ માં આવે એના માટે નીચે એક લીંક છે :
"http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_gu.html"
તેમાં વિસ્તાર માં આપ્યું છે કે કેવી રીતે તમે પણ ગુજરાતી માં લખી શકો છો....
(હું નસીબ વાળો છું કે જેનો મિત્ર અનિસ છે પણ કદાચ બધા ને મારા જેવો મિત્ર ના પણ હોય :) :) )

ખરે ખર આજે ખુબ આનંદ થયો....
મારો આ ગુજરાતી માં પ્રથમ બ્લોગ અનિસ ને નામ...આ જ છે આનંદ ની વાત !!

એજ લિખીતન,
પ્રિતેશ.

1 comment:

  1. પ્રિતેશ દોસ્ત, દિલ ખુશ કરી કીધું દોસ્ત.... આભાર આભાર... મારા નામ પર બ્લોગ લખવા માટે....દિલથી આભાર... અને હવે જલ્દી જલ્દી ગુજરાતીમાં નિયમિત બ્લોગ લખીશ એવી આશા રાખીશું... મહીને - ૨ મહીને એકાદ બ્લોગ નહિ ચાલે... સમજ્યો...

    ReplyDelete

My photo
By Profession, I'm a software engineer. Being a Geeky, I love to read/write about technical stuffs,advance innovations,softwares etc.. Last but not least, I love to enjoy every bits of life at it's best.

Followers